પીએમ કિસાન e-kyc કરવું તેની માહિતી : પીએમ કિસાન e-kyc કરવું તેની માહિતી sarkari yojana gujarat : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના eKYC વગર નહીં મળે 2000 રૂપિયા.! । PM Kisan Next Installment । PM Kisan Helpline Number । PM Kisan Kyc
પીએમ કિસાન e-kyc કરવું તેની માહિતી
Table of Contents
આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે. ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેવી પ્રધાનમંત્રી માનધાન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, ઈ શ્રમ કાર્ડ વગેરે યોજનાઓ છે. જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના વિશે આપ જાણતા હશો. આ યોજના હેઠળ ખેડૂતોને રૂ. 2000 ના ત્રણ હપ્તામાં કુલ વાર્ષિક 6000 ની સહાય મળે છે. PM Kisan Yojana નો લાભ ચાલુ રાખવા માટે હવે તમારે eKYC કરવું પડશે. આ ઓપ્શન હવે PM Kisan ની ઓફિશિયલ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
PM Kisan eKYC નહીં કરેલ હોય તો 2000 રૂપિયાનો હપ્તો મળશે નહીં.
ખેડૂતો દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાનો લાભ મેળવતા હોય તો તેમને ઓનલાઇન eKYC કરવું પડશે. જો ભારત સરકારની ઑફિશિયલ વેબસાઈટ પરથી eKYC નહીં કરેલ હોય તો 2000/- હપ્તા બંધ થઈ જશે. જો આપને આ યોજનાનો લાભ મળતો હોય અને સહાયના હપ્તા ચાલુ રાખવા માંગતા હોય તો સત્વરે આપના ડોક્યુમેન્ટના આધારે eKYC કરી લેવું.
PM Kisan Samman Nidhi Yojana Highlight
યોજનાનું નામ | પીએમ કિસાન સન્માન નિધિ યોજના |
ભાષા | ગુજરાતી અને English |
બજેટ | 2019-2020 |
ઉદ્દેશ | ખેડૂતોની આવક વધારવા માટે |
લાભાર્થી | દેશના નાના અને સીમાંત ખેડૂત ભાઈઓ |
સહાયની રકમ | 6000 વાર્ષિક |
PM Kisan ekyc ની છેલ્લી તારીખ | 31/05/2022 |
અધિકૃત વેબસાઈટ | https://pmkisan.gov.in/ |
આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય તો આ રીતે eKYC કરો.
તમે જ્યારે પોતાનું આધારકાર્ડ બનાવેલ હોય ત્યારે જો મોબાઇલ નંબર add કરાવેલ હોય તો સરળતાથી વેરિફિકેશન કરાવી શકો છો. આ વેરિફિકેશન તમે ઘરે બેઠા પણ કરી શકો છો. આ વેરિફિકેશન PM Kisan Sanmaan Nidhi ના official portal પરથી વિનામૂલ્યે કરી શકો છો. તમારી જાતે મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા કેવી રીતેeKYC કરી શકાય તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
● સૌથી પહેલાં ભારત સરકારના pm kisan પોર્ટલ પર જાઓ.
Image Source:- Central Government Official Website
આ પોર્ટલ પર Home Page પર farmer corner પર જાઓ.
Also View : More Job Updates
● આ Farmer Corner માં eKYC પર ક્લિક કરો.
હવે નવું પેજ ખુલશે તેમાં આધારકાર્ડ નંબર માંગવામાં આવશે.
● આધારકાર્ડ નંબર નાખીને Get Mobile OTP ઓપશન પર ક્લિક કરો.
તમારા મોબાઈલ નંબર પર આવેલ OTP તે બૉક્સમાં નાખવાનું રહેશે.
● ત્યારબાર Get Aadhar નામનું નવું ઑપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.
ત્યારબાદ તનારા આધારકાર્ડ સાથે લિંક કરેલા મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે, જે OTP ને તમારે વેબસાઈટમાં નાખવાનો રહેશે.
● છેલ્લે તમારે Submit for Auth બટન પર ક્લિક કરીને વેરિફિકેશનની કામગીરી કરવાની રહેશે.
આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક ન હોય ત્યારે આ રીતે કરો eKYC
આધારકાર્ડ યોજના અમલમાં આવી ત્યારે મોબાઈલ નંબર ફરજિયાત રીતે દાખલ નહોતા કરતા. પરંતુ હવે નવું આધારકાર્ડ કઢાવવા જાઓ ત્યારે ફરજિયાત મોબાઈલ નંબર માંગવામાં આવે છે. જો તમે આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવેલ નથી અને તમારે પીએમ કિસાન સન્માન નિધિ માટે eKYC કરાવવું પણ શક્ય છે.
જો તમારા આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના હોય અને eKYC કરાવવું છે, તો તમારે નજીકના Comman Service Centre (CSC) પરથી કરાવી શકો છો. CSC Center પર રૂબરૂ જઈને તમે કિસાન સન્માન નિધી યોજના માટે eKYC કરાવી શકો છો.
Important link of PM Kisan Yojana Gujarat
PM Kisan Official Website | Click Here |
New Farmer Registration | Click Here |
Direct eKYC Link | Click Here |
Edit Aadhaar Failure Records | Click Here |
Beneficiary List | Click Here |
Download PMKISAN Mobile App | Download Now |
Download KCC Form | Download Now |
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનામાં ekyc ની છેલ્લી તારીખ?
ekyc ની છેલ્લી તારીખ ૩૧/૦૫/૨૦૨૨
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનામાં ekyc કઈ વેબસાઈટ પરથી કરી શકાશે?
ખેડૂતોઓએ PM Kisan માટે eKYC ભારત સરકારની આ https://pmkisan.gov.in વેબસાઈટ પરથી કરી શકશે.
પીએમ કિસાન સન્માન નિધી યોજનામાં આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો કેવી રીતે e-KYC કરી શકાય?
જો ખેડૂતને પોતાના આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો CSC CENTER સાથે રૂબરૂ જઈને e-KYC કરાવી શકે છે.