[sc name=”ads1″]
ભારતીય જીવન વીમા નિગમ દેશની સૌથી મોટી વીમા કંપની છે. LICની વીમા પોલિસીઓ બચત અને સુરક્ષા બંને આપે છે. આ જ કારણ છે કે, એલઆઈસી પોલિસી લોકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. એલઆઈસીની જીવન લાભ યોજના પણ આવી જ એક પોલિસી છે. જેમાં મેચ્યોરિટી બેનિફિટ અને ડેથ બેનિફિટ બંને મળે છે.
માલામાલ/ LICની આ પોલીસીમાં ફક્ત દરરોજ 238 રૂપિયા જમા કરાવો
Table of Contents
આ યોજનામાં રોકાણની સૌથી ઓછી ઉંમર 18 વર્ષ છે. એટલે કે, કોઈ સગીર પણ આ પોલીસી લઈ શકે છે. સાથે જ રોકાણ માટે વધુમાં વધુ ઉંમર 59 વર્ષ છે. આ પોલિસી 16થી 25 વર્ષના સમય માટે લેવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ 21 વર્ષ માટે આ પોલિસી ટર્મની પસંદગી કરે છે તો તેના માટે તેમની ઉંમર પોલીસ લેતી વખતે 54 વર્ષથી ઓછી હોવી જોઈએ. તો વળી 25 વર્ષની પોલિસી ટર્મ માટે વ્યક્તિની ઉંમર 50 વર્ષ છે. પોલિસીની મેચ્યોરિટી મોટા ભાગે ઉંમર 75 વર્ષ રાખવામાં આવી છે. જો પોલિસી સમયગાળા દરમિયાન પોલિસીધારકનું મૃત્યુ થઈ જાય છે, તો નોમિનીને તેનો પુરો ફાયદો મળે છે. નોમિનીને બોનસની સાથે સાથે સમ એશ્યોર્ડ પણ આપવામા આવે છે.
આ પણ વાંચો
પૈસા આ રીતે વધશે
જો તમે 25 વર્ષના છો અને 25 વર્ષની મુદત માટે જીવન લાભ પોલિસી લો છો, તો તમારે બેઝિક સમ એશ્યોર્ડ તરીકે રૂ. 20 લાખ પસંદ કરવા પડશે. આ રીતે તમારું વાર્ષિક પ્રીમિયમ 86,954 રૂપિયા થશે. એટલે કે તમારે દરરોજ લગભગ 238 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે તે 50 વર્ષના થાવ અથવા પોલિસી 25 વર્ષ માટે મેચ્યોર થાય, તો સામાન્ય જીવન કવર લાભ હેઠળ, રૂ. 54.50 લાખ મળશે.
[sc name=”ads1″]
તમે 4 રીતે પ્રીમિયમ ચૂકવી શકો છો
તમે LIC જીવન લાભ વીમા પૉલિસીનું પ્રીમિયમ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક ધોરણે ચૂકવી શકો છો. જો તમે માસિક પ્રીમિયમ ભરો છો તો તમારે દર મહિને રૂ.5,000 ચૂકવવા પડશે. જો તમે ત્રિમાસિક ચૂકવો છો, તો તમારું પ્રીમિયમ 15,000 રૂપિયા હશે. અર્ધવાર્ષિક પ્રીમિયમ ભરવા પર તમારે 25000 રૂપિયા ચૂકવવા પડશે અને જો તમે વર્ષમાં માત્ર એક જ વાર પ્રીમિયમ ભરો છો તો તમારે 50,000 રૂપિયા ચૂકવવા પડશે.
Disclaimer : કોઈ પણ સ્કીમ માં રોકાણ કરતા પહેલા તેના અગત્યના દસ્તાવેજ વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લેવી ત્યાર બાદ જ રોકાણ કરવું