ગુજરાત સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના શરૂ કરવામાં આવેલી છે જે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે.
લાભાર્થ:ગુજરાત ની દીકરીઓમળવાપાત્ર રકમ:એક લાખને દસ હજાર રૂપિયા (1,10,000)
અરજી કરવાનો સમય: દીકરી ના જન્મ પછી એક વર્ષના સમય દરમ્યાનવેબસાઈટ: https://wcd.gujarat.gov.in/
યોજના નો હેતુ પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય , આ સહાય એ એક લાખને દસ હઝાર રૂપિયા (1,10,000) સુધી આપવામાં આવે છે અને એ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.
શું લાભ મળશે? પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦/-ધોરણ-૯માં આવે ત્યારે રૂ.૬૦૦૦/- 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂ.૧,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય
લાભ લેવા માટે પાત્રતા:તા.૦૨/૦૮/૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને લાભ મળવાપાત્રપુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ લાભ મળવાપાત્ર
જરૂરી પુરાવામાતા-પિતાનો આવકનો દાખલો,આધાર કાર્ડ,જન્મનો પુરાવો,રહેઠાણ નો પુરાવો,દીકરી નો જન્મ દાખલો,સોગંધનામું