આજે સૂર્યગ્રહણ

આ વર્ષે ૨૫ ઓક્ટોબરે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે આ ગ્રહણ દિવાળીના દિવસે થઈ રહ્યું છે 

આવો દુર્લભ સંયોગ ૨૭ વર્ષ પછી બની રહ્યો છે. તે પહેલા વર્ષ ૧૯૯૫ માં પણ આવી જ સ્થિતિ બની હતી. 

આ એક આંશિક સૂર્યગ્રહણ છે. તેને વલયાકાર સૂર્યગ્રહણ પણ કહેવામાં આવે છે. તેમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર વધારે હોય છે. તેમાં સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર પહોંચે તે પહેલા ચંદ્ર મધ્યમાં આવી જાય છે 

સૂર્યગ્રહણ ૨૫ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ બપોરે ૦૨:૨૯ વાગ્યે શરૂ થશે અને ૦૬.૩૨ કલાકે સમાપ્ત થશે.  

સૂર્યગ્રહણનો સમયગાળો ચાર કલાક ત્રણ મિનિટનો રહેશે. આ વખતે દિવાળી ૨૪ અને ૨૫ ઓક્ટોબર એમ બે દિવસની રહેશે તેથી તે દિવાળીના દિવસે થશે 

આસો વદ અમાવસ્યા ૨૪ ઓક્ટોબરે સાંજે ૦૫.૨૭ કલાકથી શરૂ થશે અને ૨૫ ઓક્ટોબરે સાંજે ૦૪.૧૮ વાગ્યે સમાપ્ત થશે 

સુતક કાળ પણ સૂર્યગ્રહણને કારણે થાય છે. આ સુતક કાળનો સમય ૨૪ ઓક્ટોબરે બપોરે ૦૨.૩૦ વાગ્યાથી ૨૫ ઓક્ટોબરના રોજ સાંજે ૦૪.૨૨ વાગ્યા સુધીનો રહેશે 

સૂતકનો સમયગાળો સૂર્યના સમયના ૧૨ કલાક પહેલા શરૂ થાય છે.