જુનીયર ક્લાર્ક ઉમેદવારો માટે મોટી જાહેરાત, પરીક્ષા કેન્દ્ર ખાતે જવા આવવાના ખર્ચ પેટે ઉચ્ચક રૂ 254 આપવામાં આવશે , ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક- ૧૨/૨૧૨૨ જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૦૯-૦૪-૨૦૨૩ (રવિવાર)ના રોજ બપોરે ૧૨:૩૦ કલાકથી ૧૩:૩૦ કલાક દરમિયાન મંડળ દ્વારા યોજવામાં આવનાર છે. સદર પરીક્ષામાં હાજર રહેનાર દરેક ઉમેદવારને તેમને ફાળવેલ પરીક્ષા કેંદ્ર ખાતે જવા-આવવાના ખર્ચ પેટે ઉચ્ચક રૂ. ૨૫૪/- ઉમેદવારના બેંક ખાતામાં ઓનલાઇન આપવાનુ મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. તા ૦૯-૦૪-૨૦૧૩ ની પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષામાં હાજર ઉમેદવારોના ડેટાનું મેળવણું કરી, અંદાજે ૨૦ થી ૩૦ એપ્રિલ ૨૦૨૩ દરમ્યાન ઉમેદવારના ખાતામાં ઉપરોકત રકમ જમા આપવાનું આયોજન છે. જેથી ઉપરોક્ત પરીક્ષાના તમામ ઉમેદવારોએ OJAS વેબસાઇટ ઉપરથી પોતાના કોલ-લેટર ડાઉનલોડ કર્યા બાદ OJAS વેબસાઇટ ઉપરથી પોતાના બેંક ખાતાની વિગત અંગેના ઓનલાઇન ફોર્મમાં વિગતો ભરવાની રહેશે. સદર ઓનલાઇન પત્રક ભરતા સમયે ઉમેદવારે નીચે મુજબની સુચનાઓ ધ્યાને લેવાની રહેશે.
જુનીયર ક્લાર્ક ઉમેદવારો માટે મોટી જાહેરાત
- ઉમેદવારે https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરના NOTICE BOARD ઉપર કલીક કરતા Reimbursement application નું ઓનલાઇન ફોર્મ ખુલશે.
- આ ઓનલાઇન ફોર્મમાં તમામ વિગતો અંગ્રેજીમાં જ કેપીટલ અક્ષરમાં ભરવાની રહેશે.
- OJAS વેબસાઇટ ઉપર મુકેલ ઓનલાઇન ફોર્મમાં ભરેલ વિગત જ ગ્રાહ્ય રાખવામાં આવશે. કોઇ ફીઝીકલ ફોર્મ સ્વીકારવામાં આવશે નહી.
- ઉમેદવારે પોતાની બેંક દ્વારા આપેલ પાસબુક/ચેકબુકમાં દર્શાવેલ વિગતો મુજબ જ બેંક ખાતાની વિગતો ચોકસાઇથી ભરવાની રહેશે. ઉમેદવારે પોતાની બેંક દ્વારા આપેલ પાસબુક/ચેકબુક મુજબ જ એકાઉન્ટ નંબર તથા IFCS કોડ ભરવાના રહેશે.
- ઉમેદવારે ઉપરોકત માહિતી પુરતી કાળજી અને ચોકસાઇ તથા સમયમર્યાદામાં ભરવાની રહેશે, જેમાં ભુલ થવાના કારણે અથવા ખોટા બેંક ખાતા નંબર/ખોટા IFSC કોડ લખવા બદલ ઉમેદવાર પોતે જ જવાબદાર રહેશે. પાછળથી આ બાબત અંગેની કોઇપણ રજુઆત મંડળ ધ્વારા ગ્રાહય રાખવામાં આવશે નહિ, જેની નોંધ લેવી.
- ઉમેદવારો દ્વારા ઉપરોકત ઓનલાઇન વિગતો તા.૩૧-૩-૨૦૨૩ ના રોજ સમય-૧૩-૦૦ કલાકથી તા.૯-૪-૨૦૨૩ ના
રોજ સમય-૧૨:૩૦ સુધીમાં ભરેલ ઓનલાઇન ફોર્મ જ ગ્રાહ્ય રાખવામાં આવશે. - કોઇ સંજોગોમાં કોઇ ઉમેદવાર પોતાનો કોલ-લેટર ડાઉનલોડ કર્યા બાદ તરત ઉપરોક્ત બેંક ડિટેઇલ્સ ઓનલાઇન ભરી ન શકે, તો કોલ-લેટર ડાઉનલોડ થઇ ગયા બાદ પણ તા. ૯/૪/૨૦૨૩ના રોજ ૧૨:૩૦ કલાક સુધી પોતાની બેંક ડીટેઇલ્સ OJAS વેબસાઈટ ઉપર નિયત ફોર્મમાં ઓનલાઈન ભરી શકાશે.
- જે ઉમેદવાર તા. ૦૯-૦૪-૨૦૨૩ ના રોજ લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહી, પરીક્ષા આપશે અને નિયત સમયગાળા દરમ્યાન OJAS વેબસાઇટ ઉપર Reimbursement application માં પોતાની બેંકની વિગતો ભરેલ હશે, તેવા ઉમેદવારોને જ ઉપરોકત રકમ મળવાપાત્ર થશે.
આ પણ વાંચો