google news

Farmer Registration Gujarat | Gujarat Farmer Registry 


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Farmer Registration Gujarat | ખેડૂતોને કેન્દ્ર સરકારના ૨૦૦૦ ના ની હપ્તા ઉપરાંત અન્ય યોજનાઓનો લાભ મળે તે માટે ડિજિટલ આઈકાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે અને તા.૨૫ નવેમ્બર સુધી તેનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે.

Farmer Registration Gujarat | Gujarat Farmer Registry  | આધારકાર્ડની જેમ ફાર્મર કાર્ડ પણ ફરજિયાત

આધારકાર્ડની જેમ હવે દેશભરમાં ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ કાર્ડની નોંધણી દરેક જિલ્લામાં શરૂ થઈ ગઈ છે અને તેમાં રજિસ્ટ્રેશન નહિ કરાવનારને સરકારી યોજનાઓ તેમજ પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો પણ નહિ મળે.

ખેડૂતોને દરેક યોજનાનો લાભ ઘઉં હવે નવા ફાર્મર કાર્ડ મારફતે જ મળશે

વડોદરા જિલ્લા પંચાયત ના ખેતીવાડી અધિકારી નીતિન વસાવા એ કહ્યું છે કે, દરેક ફાર્મર કાર્ડ માટે દરેક ગ્રામ પંચાયતમાં રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે. અમારા ગ્રામ સેવકો તલાટીઓ તેમજ અન્ય સરકારી કર્મચારીઓ લોકોમાં જાગૃતિ લાવવા ઝુંબેશ ચલાવી રહ્યા છે.

જે ખેડૂત ૨૫ નવેમ્બર સુધી રજિસ્ટ્રેશન ક નહિ કરાવે તેને ૨૦૦૦ નો હપ્તો નહિ

રજિસ્ટ્રેશન માટે ખેડૂતોએ તેમના આધાર કાર્ડ, આધારકાર્ડ સાથે લિન્ક કરેલો મોબાઈલ અને સર્વે નંબર ૭/૧૨ તેમજ ૮ અ ના પુરાવા રજૂ કરવાના રહેશે. જે ખેડૂતો નું રજિસ્ટ્રેશન થયેલું હશે. તેઓને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ, લઘુત્તમ ટેકા ભાવ (MSP) અને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ(e NAM) જેવી યોજનાઓનો લાભ મળશે.

એગ્રિસ્ટેક ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ

સરકાર ની આ પીએમ કિસાન સન્માન નિધિ યોજના માં વર્ષ ના ત્રણ વખત 2000 નો હપ્તો મળી કુલ 6000 હજાર રૂપિયા ખેડૂતો ને મળે છે પરંતુ તેના માટે એગ્રિસ્ટેક ફાર્મર રજીસ્ટ્રી હેઠળ પીએમ કિસાનના લાભાર્થીઓએ 25 નવેમ્બર 24 સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, જેથી તમામ પી.એમ કિસાનના લાભાર્થીઓએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરવું પડશે.

ફાર્મર રજીસ્ટ્રી – સેલ્ફ – રજીસ્ટ્રેશન

Gujarat Farmer Registry Portal

ગુજરાત રાજ્યમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ દરેક ખેડૂત માટે એક યુનિક ફાર્મર આઈડી (ફાર્મર આઈડી) બનાવવામાં આવશે.

Farmer Registry Steps to follow for Self Registration | સેલ્ફ મોડમાં ફાર્મર રજીસ્ટ્રી કરવા માટે અનુસરવાના થતાં સ્ટેપ.

ખેડૂતે https://gjfr.agristack.gov.in/ લિન્ક ઓપન કરી ને ફાર્મર લૉગિનમાં create new account પર ક્લિક કરવું .

  • સૌપ્રથમ ખેડૂતે પોતાનો આધાર નંબર દાખલ કરવાનો રહેશે.
  • ત્યારબાદ ખેડૂતને તેમના આધારથી લિન્ક મોબાઈલ નંબરમાં otp મેળવશે તે દાખલ કરવો.
  • આધારના વેરિફિકેશન પછી ખેડૂતનો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.
  • તે નંબર પર OTP આવશે તે દાખલ કરવો.
  • ત્યારબાદ સૌથી નીચે નવો પાસવર્ડ સેટ કરવાનો રહેશે.
  • ત્યારબાદ ખેડૂતના મોબાઈલ નંબર અને સેટ કરેલા પાસવર્ડથી લોગીન કરવાનું રહેશે.
  • લોગીન થતાં ખેડૂતની માહિતી સ્થાનિક ભાષામાં વેરીફાય કરવાની રહેશે અને તૈ માહિતી જરૂરિયાતો હોય તો બદલી પણ શકે છે.
  • આધાર કાર્ડ પ્રમાણે ખેડૂતનું સરનામું દેખાશે જે ચેક કરવાનું રહેશે.
  • આપેલ land ownership ડ્રોપ ડાઉન માંથી ઓપરેટરે owner પસંદ કરવાનું રહેશે.
  • Occupation details માં આપેલ બંને ચેક બોક્ષને સિલેકટ કરવાના રહેશે.
  • fetch land details પર ક્લિક કરવું.
  • ખેડૂતની જમીનનો સર્વે નંબર દાખલ કરવો.
  • આપેલ ડ્રોપડાઉન માંથી ખેડૂતનું નામ પસંદ કરો.
  • જમીનના સર્વે નંબરની સામે આપેલ ચેક બોક્ષને સિલેકટ કરી સબમિટ પર ક્લિક કરતાં તે નંબર fetch થઈ જશે.
  • Fetch થયેલ સર્વે નંબરનો name match score ચેક કરવાનો રહેશે.
  • એક જ ગામના સર્વે નંબર દાખલ કર્યા બાદ verify all land પર ક્લિક કરવું.
  • નીચે આપેલ ૩ ચેક બોક્ષ ટીક કરવા.
  • ત્યારબાદ save બટન પર ક્લિક કરવું.
  • ત્યાર બાદ proceed to E-Sign button પર ક્લિક કરવું.
  • ત્યારબાદ આધારના C-DAC પેજ પર લઈ જશે ત્યાં ખેડૂતનો આધાર નંબર દાખલ કરવો.
  • આધાર સાથે લિન્ક થયેલ નંબર OTP આવશે તે અહી દાખલ કરવો.
  • ત્યારબાદ submit પર ક્લિક કરવું.
  • રજીસ્ટ્રેશન પૂર્ણ થવા પર તે ખેડૂતનો એનરોલમેન્ટ નંબર દેખાશે. →

Content Protection by DMCA.com

MaruGujaratPost.Com for latest updates, SBI Jobs, IBPS Jobs, BOI Jobs, Clerk Jobs, Probationary Officer Jobs, CA Jobs, MBA Jobs, MBBS Jobs, Peon Jobs, Binsachivalay Clerk Jobs, Police Jobs, Constable Jobs, Exam Pattern, Syllabus, Exam Result, Government Schemes, Government Jobs, Private Jobs, General Knowledge, Current Affairs, and other many more information for this site.... Thank You.

Connect with us:

WhatsApp GroupGet Details
Telegram ChannelGet Details
 Android ApplicationDownload
 Join Group (Email Alerts)Get Details
 Facebook PageGet Details
 Instagram PageGet Details
 Google NewsGet Details

Leave a Comment