નમસ્કાર મિત્રો: આપ સૌને જાણવાનું કે દૂધસાગર ડેરી ભરતી અમારા દ્વારા પોસ્ટ પબ્લીશ કરવામાં આવી હતી જે 7 માર્ચ 2024 ના રોજ વિવિધ પ્લેટફોર્મ પર પ્રસિદ્ધ થયેલ હતી, જે ભૂલથી અમારા દ્વારા બીજીવાર પબ્લીશ કરવામાં આવી હતી.
આ ભરતીની નોટીફીકેશનમાં ભરતી તારીખ નો ઉલ્લેખ ન હોવાથી, અમારી ભૂલ ના કારણે આ ભરતીના સમાચાર વાયરલ થઈ રહ્યા છે.
જે બદલ અમે ખેદ અનુભવીએ છીએ. જેથી અમારા દ્વારા એ પોસ્ટ રીમુવ કરવામાં આવી છે.
આ ભરતી ના નોટીસ માં ભરતી તારીખ નો ઉલ્લેખ ન હોવાથી, ભૂલ ના કારણે આ ભરતીના સમાચાર વાયરલ થઈ રહ્યા છે.
![](https://www.marugujaratpost.com/wp-content/uploads/2024/05/Dudhsagar-Dairy-Recruitment-2024-1-1024x1024.jpg)
અત્યારે સોશિયલ મીડિયા ઉપર મહેસાણા દૂધસાગર ડેરી ભરતીના સમાચાર વાયરલ થઈ રહ્યા છે ત્યારે આ સમાચારમાં દૂધસાગર ડેરી દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત અંગે જણાવવામાં આવ્યું છે. જોકે, મહેસાણા દૂધસાગર ડેરીના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે દૂધસાગર ડેરી દ્વારા આવી કોઈ ભરતી બહાર પાડવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે દૂધસાગર ડેરી દ્વારા આ ભરતી અગાઉ કરી દીધી છે. જોકે, આ ભરતી ના નોટીસ માં ભરતી તારીખ નો ઉલ્લેખ ન હોવાથી, ભૂલ ના કારણે આ ભરતીના સમાચાર વાયરલ થઈ રહ્યા છે.