ગાંધીનગર: રાજ્યમાં ચૂંટણી પહેલા તમામ પક્ષો દ્વારા ધમધમાટ ચાલુ કરાયો છે. ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ આજે બપોરે 12 કલાકે ગુજરાત ચૂંટણી અંગે પ્રેસ કોન્ફરન્સ કરવાનાં છે. ચૂંટણી પંચ આજે પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણીની તારીખ જાહેર કરશે.
મળતી માહિતી પ્રમાણે, આજે ઇલેક્શન કમિશન દિલ્હીમાં બપોરે 12 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતની વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરશે.
આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થશે, બપોરે ૧૨ વાગે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ
બે તબક્કામાં મતદાનની સંભાવના
ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં નવેમ્બર અંતમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ શકે એવી અટકળો પણ ચર્ચાઈ રહી છે.
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે, બંને રાજ્યનાં પરિણામ 8 ડિસેમ્બરે જ જાહેર થશે હિમાચલ પ્રદેશમાં મતદાનની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને 12 નવેમ્બરે મતદાન થશે, જ્યારે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. આ 26 દિવસના ગેપ વચ્ચે જ ગુજરાત વિધાનસભા ચૂંટણી નું મતદાન યોજાશે. હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે એક જ દિવસે જાહેર થવાની સંભાવના છે. નવેમ્બરના અંતમાં એક તબક્કો અને ડિસેમ્બરની 1થી 5 તારીખ વચ્ચે બીજો તબક્કો એમ બે તબક્કામાં ગુજરાતમાં મતદાન થઈ શકે છે.
પત્રકાર પરિસદ આમંત્રણ લેટર | Click Here |
રાજકારણ ના સમાચાર જોવા | Click Here |