[sc name=”ads1″]
PAN Aadhaar Link Deadline Extended : આધાર પાન લિંક માટે મોટી રાહત, 30 જુન 2023 સુધી તારીખ લંબાવી : કેન્દ્ર સરકારે આધાર-પાન લિંકિંગને લઈને લોકોને એક મોટી રાહત આપી દીધી છે. સરકારે આધાર-પાન લિંક કરાવવાની છેલ્લી તારીખ 31 મે 2023થી વધારીને 30 જુન 2023 કરી નાખી છે. 31 માર્ચ 2023ને આડે ત્રણ દિવસ બાકી રહ્યાં હોવાથી લોકો આ બન્ને દસ્તાવેજો જોડવા માટે દોડાદોડી કરતાં હતા જેને કારણે લોકોને મોટી તકલીફ પડી રહી હતી.
આધાર પાન લિંક માટે મોટી રાહત
પોસ્ટનું નામ | Extend deadline to link PAN AADHAR |
વિભાગ | Income Tax Department |
આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ (Updated) | 30 જુન 2023 |
વેબસાઈટ | incometax.gov.in |
આધાર પાન લિંક માટે મોટી રાહત
બન્ને દસ્તાવેજોના જોડાણ માટે 3 મહિનાનો વધુ સમય મળશે. અત્યાર સુધી છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હોવાથી લોકો લિંક માટે દોડાદોડી કરતાં હતા. આ માટે સરકારે 1 હજાર રુપિયાની ફી નક્કી કરી હતી. સરકાર દ્વારા અગાઉ એવું પણ કહેવાયું હતું કે 31 માર્ચ 2023 પછી આધાર-પાન લિંક માટે 10,000 રુપિયાનો દંડ લાગશે જોકે હવે લોકો આ બન્ને મહત્વના દસ્તાવેજો જોડાવા માટે વધુ 3 મહિનાનો સમય મળી ગયો છે.
[sc name=”ads1″]
★★ You Can Also Check ★★
[sc name=”ads1″]
જો તમારો PAN નિષ્ક્રિય થઈ જાય, તો તમારે તેને આધાર સાથે લિંક કરવા માટે 1,000 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. એકવાર તમે ફી ચૂકવી દો અને તમારી આધાર વિગતોની નિર્ધારિત સત્તાધિકારીને જાણ કરો, તમારા PANને 30 દિવસની અંદર ફરીથી કાર્યરત કરી શકાય છે.