પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના : પીએમ–જીકેએવાય યોજનાનો મુખ્ય ઉદેશ્ય ગરીબ પરિવારને કોરોના જેવા કપરા સમયમાં મફત અનાજ મળી રહે તેઓ છે. આ યોજની શરૂઆત એપ્રિલ 2020 થઈ છે. જુદા જુદા વિવિધ તબક્કામાં આ યોજનાનો લાભ ગરીબ પરિવારોને મળ્યો છે. આ યોજના વિશેની વિગત વાર ચર્ચા આ લેખમાં કરીએ.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના
Table of Contents
પોસ્ટ ટાઈટલ | પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના |
લાભ | ગરીબ પરિવાર |
સ્થળ | ભારત |
યોજના શરુ તારીખ | એપ્રિલ 2020 |
પીએમ-જીકેએવાય 2022
રાજ્યના 71 લાખથી વધુ NFSA રેશનકાર્ડ ધારકોની 3.46 કરોડ જનસંખ્યાને ઓક્ટોબર-૨૦૨૨ મહિનામાં રાહતદરના નિયમિત વિતરણ તથા “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના”ના વિનામૂલ્યે વિતરણ સંબંધિત અગત્યની જાણકારી
જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ઓક્ટોબર મહિનાનું નિયમિત વિતરણ તા. 01–10-2022થી શરૂ કરવામાં આવશે.
NFSA હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને મળવાપાત્ર જથ્થાની વિગત નીચે મુજબ છે.
ક્રમ | આવશ્યક ચીજવસ્તુ | કેટેગરી | મળવાપાત્ર જથ્થો | ભાવ પ્રતિ કિ.ગ્રા. રૂ. પૈસા |
1 | ઘઉં | અંત્યોદય કુટુંબો | કાર્ડ દીઠ 15 કિ.ગ્રા. | 2.00 |
2 | અગ્રતા ધરાવતા કુટુંબો | વ્યક્તિદીઠ 2 કિ.ગ્રા. | 2.00 | |
3 | ચોખા | અંત્યોદય કુટુંબો | કાર્ડ દીઠ 20 કિ.ગ્રા. | 3.00 |
4 | અગ્રતા ધરાવતા કુટુંબો | વ્યક્તિદીઠ 3 કિ.ગ્રા. | 3.00 | |
5 | તુવેરદાળ | તુવેરદાળ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો | કાર્ડ દીઠ 1 કિ.ગ્રા. | 50.00 |
6 | ચણા | ચણા અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો | કાર્ડ દીઠ 1 કિ.ગ્રા. | 30.00 |
7 | ખાંડ નિયમિત | ખાંડ નિયમિત અંત્યોદય કુટુંબો | 3 વ્યક્તિ સુધી કાર્ડદીઠ 1 કિ.ગ્રા. 3 થી વધુ વ્યક્તિદીઠ 0.350 કિ.ગ્રા. | 15.00 |
8 | બીપીએલ કુટુંબો | વ્યક્તિદીઠ 0.350 કિ.ગ્રા. | 22.00 | |
9 | તહેવાર નિમિતે ખાંડ | તહેવાર નિમિતે ખાંડ અંત્યોદય કુટુંબો | કાર્ડ દીઠ 1 કિ.ગ્રા. | 15.00 |
10 | બીપીએલ કુટુંબો | કાર્ડ દીઠ 1 કિ.ગ્રા. | 22.00 | |
11 | તહેવાર નિમિતે ખાદ્યતેલ (સિંગતેલ) | તહેવાર નિમિતે ખાદ્યતેલ (સિંગતેલ) અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો | કાર્ડ દીઠ 1 લીટર | 100.00 |
12 | ડબલ ફોર્ટીફાઈડ સોલ્ટ | ડબલ ફોર્ટીફાઈડ સોલ્ટ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો | કાર્ડ દીઠ 1 કિ.ગ્રા. | 1.00 |
રાજ્યના NFSA હેઠળ સમાવિષ્ટ તમામ 3.46 કરોડ લાભાર્થીઓને વ્યક્તિદીઠ 1 કિ.ગ્રા. ઘઉં અને 4 કિ.ગ્રા. ચોખા મળી કુલ 5 કિ.ગ્રા. અનાજનું વિનામૂલ્યે વિતરણ તારીખ 15 ઓક્ટોબર થી કરવામાં આવશે.
ક્રમ | કેટેગરી | આવશ્યક ચીજવસ્તુ | મળવાપાત્ર જથ્થો | ભાવ |
1 | અંત્યોદય કુટુંબો (AAY) અને અગ્રતા ધરાવતા કુટુંબો (PHH) | ઘઉં | વ્યક્તિ દીઠ 1 કિ.ગ્રા. વિનામૂલ્યે | વિનામૂલ્યે |
ચોખા | ચોખા વ્યક્તિ દીઠ 4 કિ.ગ્રા. | વિનામૂલ્યે |
અન્ન બ્રહ્મ યોજના
રેશનકાર્ડ ન ધરવતા, ઘરવિહોણા વ્યક્તિ/કુટુંબ, અત્યંત ગરીબ/અશક્ત વ્યક્તિ, પરપ્રાંતિય શ્રમિકો, હોસ્પિટલના બિછાને પડેલ જરૂરિયાતમંદ દર્દી અને અનાથ બાળકોને અન્ન સુરક્ષા પૂરી પાડવાનાં હેતુસર “અન્ન બ્રહ્મ યોજના” હેઠળ વ્યક્તિદીઠ 10 કિલો ઘઉં તથા 5 કિલો ચોખા વિનામૂલ્યે મળવાપાત્ર છે.
Also View :
રેશનકાર્ડ સબંધિત સેવાઓ અંગેની જાણકારી
નવું રેશનકાર્ડ મેળવવાની તેમજ તેમાં નામ કમી કરવું, નામ ઉમેરવું, એડ્રેસમાં સુધારો કરવો, કુટુંબના સભ્યોની વિગતોમાં સુધારો કરવો, કાર્ડ વિભાજન કરાવવું, ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા જેવી વિવિધ સેવાઓ માટેની અરજી digitalgujarat.gov.in પરથી ઘરે બેઠા ઓનલાઈન કરી શકાય છે.
દરેક લાભાર્થીને My Ration મોબાઈલ એપ્લીકેશન ડાઉનલોડ કરવા ખાસ વિનંતી છે. આ એપ્લીકેશનથી આપને મળવાપાત્ર જથ્થાની વિગતો, વિતરણ ભાવ, મેળવેલ જથ્થો, ઓનલાઈન રીસીપ્ટ વિગતો મેળવી શકશો.
કોઈ પણ લાભાર્થી પોતાને મળવાપાત્ર અનાજના જથ્થાની વિગતો www.ipds.gov.in પરથી તમને મળવાપાત્ર જથ્થા પર ક્લિક કરીને, રેશનકાર્ડ નંબર દાખલ કરીને જાણી શકે છે.
વન નેશન વન રેશનકાર્ડ યોજના
દેશના અન્ય રાજ્યના તેમજ ગુજરાતના કોઈપણ ગામ કે શહેરમાંથી રેશનકાર્ડ કઢાવ્યું હોય, પરંતુ ધંધા-રોજગારને લીધે અન્ય ગામ કે શહેરમાં વસવાટ કરતા લાભાર્થી સમગ્ર રાજ્યમાં કોઇપણ ગામ કે શહેરમાં આવેલ વાજબી ભાવની દુકાનેથી પોતાના હાથના અંગુઠા/આંગળીનો ઉપયોગ કરી પોતાના ઓળખ આપી અન્ન પુરવઠો મેળવી શકે છે.
લાભાર્થી પોતાની ફરિયાદ હેલ્પલાઇન નંબર : 1800-233-5500, 14445 તેમજ My Ration મોબાઈલ એપ્લીકેશન દ્વારા નોંધાવી શકશે.
નોંધ : આ માહિતી અમને વિવિધ સોશિયલ માધ્યમો દ્વારા મળેલ છે તેથી સત્તાવાર વેબસાઈટ પર જઈને તપાસો.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વિશે માહિતી
અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના 25 મહિનાથી શરુ છે.
પ્રથમ અને બીજો તબક્કો : એપ્રિલ ૨૦૨૦ થી નવેમ્બર ૨૦૨૦ (8 મહિના)
ત્રીજો થી પાંચમો તબક્કો : (11 મહિના)
છઠ્ઠો તબક્કો : (6 મહિના)
કેન્દ્રીય મંત્રી મંડળે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વધુ ૩ મહિના (7 મો તબક્કો) માટે એટલે કે ઓક્ટોબર થી ડીસેમ્બર, 2022 સુધી લંબાવવાની મંજુરી આપી દીધી છે.
લોકો મહામારીના મુશ્કેલ સમયમાંથી પસાર થયા છે તે સ્વીકારીને સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને ત્રણ મહિના માટે લંબાવવાનો નિર્ણય લીધો છે, જેથી સમાજના ગરીબ અને નબળા વર્ગોને નવરાત્રી, દશેરા, મિલાદ-ઉન-નબી, દીપાવલી, છઠ પૂંજા, ગુરુ નાનક દેવ જયંતી, નાતાલ વગેરે જેવા આગામી મુખ્ય તહેવારો માટે ટેકો મળી શકે અને તેઓ આ તહેવારો માટે ખૂબ જ આનંદ અને સમુદાય સાથે ઉજવી શકે. આ સુનિશ્ચિત કરવા માટે, સરકારે પીએમજીકેએવાયનાં આ વિસ્તારને ત્રણ મહિના માટે મંજૂરી આપી છે, જેથી તેઓ કોઈ પણ નાણાકીય તકલીફ વિના અનાજની સરળતાથી ઉપલબ્ધતાના લાભો મેળવવાનું ચાલુ રાખે.
મહત્વપૂર્ણ લિંક :
તમને મળવાપાત્ર જથ્થો જાણો | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહી ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
તમને મળવાપાત્ર જથ્થો કઈ રીતે જાણી શકાય છે?
http://ipds.gujarat.gov.in/Register/frm_KnowYourEntitlement.aspx પર જાઓ અને રેશનકાર્ડ નંબર નાખી મળવાપાત્ર જથ્થો જાણી શકાય છે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની શરૂઆત ક્યારે થઇ હતી?
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની શરૂઆત એપ્રિલ 2020માં થઇ હતી
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો મુખ્ય હેતુ શું છે?
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો હેતુ ગરીબ પરિવારોને મફતમાં અનાજ મળી રહે તે છે.