[sc name=”ads1″]
RTE એડમિશન 2023 : RTE એડમિશન 2023 બાળકોને વિનામૂલ્યે ધોરણ 1 માં પ્રવેશની જાહેરાત : ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ પલ્સરી એજ્યુકેશન એકટ-૨૦૦૯ ની કલમ ૧૨ (૧)ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ મુજબ વિનામૂલ્યે ધોરણ-૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોએ ૧ જૂન-૨૦૨૬નાં રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલ અગ્રતાક્રમ ધરાવતા હોય તેજ બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે, આ લેખમાં, ફોર્મ ભરવાનું ક્યારે ચાલુ થવાનું છે અને છેલ્લી તારીખ શું છે અને સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા શેર કરીશું, જેના દ્વારા તમે ગુજરાતમાં પ્રવેશ ફોર્મ ભરી શકો છો. ઉપરાંત, અમે પાત્રતાના માપદંડ અને પ્રવેશ 2023 ની મહત્વપૂર્ણ તારીખ વિશે મહત્વપૂર્ણ વિગતો શેર કરીશું.
RTE એડમિશન 2023 માહિતી
Table of Contents
ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એકટ -૨૦૦૯ ની કલમ ૧૨ ( ૧ ) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં રપ % મુજબ વિનામૂલ્ય ધોરણ -1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે . જે બાળકોએ ૧ જૂન-૨૦૨૬નાં રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલ અગ્રતાક્રમ ધરાવતા હોય તેજ બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે
RTE ગુજરાત એડમિશન સમયપત્ર 2023
RTE Gujarat માં પ્રવેશ માટે નીચેની તારીખો મહત્વપૂર્ણ છે: –
પ્રક્રિયાઓ | અપેક્ષિત તારીખો |
નોટિફિકેશન ની તારીખ | 31/03/2023 |
RTE Gujarat અરજી કરવાની શરૂઆત ની તારીખ | 10/04/2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 22/04/2023 |
[sc name=”ads1″]
જરૂરી દસ્તાવેજો RTE એડમિશન 2023
ક્રમ | દસ્તાવેજ નું નામ | માન્ય આધાર-પુરાવાની વિગત |
1 | રહેઠાણ નો પુરાવો | માન્ય આધાર – પુરાવાની વિગત આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ / ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ / જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો , રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી . જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર પુરાવા ન હોય તેવા સંજોગોમાં ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ act ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સબંધિત પોલીસ સ્ટેશન માં જમા કરાવ્યા ના આધાર સાથેનો માન્ય ગણવામાં આવશે . ( નોટરાઈઝડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં ) |
2 | વાલી નું જાતી નું પ્રમાણપત્ર | મામલતદાર શ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી , તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર |
3 | જન્મનું પ્રમાણપત્ર | ગ્રામ પંચાયત / નગર પાલિકા , મહાનગરપાલિકા , જન્મ / હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર / માતા કે પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું |
4 | ફોટોગ્રાફ | પાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ |
5 | વાલી ના આવકનું પ્રમાણપત્ર | જુનો આવકનો દાખલો હોય તો મામલતદાર , તાલુકા વિકાસ અધીકારી અથવા સક્ષમ સત્તાધીકારીનું પ્રમાણપત્ર માન્ય રહેશે . નવો આવકનો દાખલો એ માત્ર જનસેવા કેન્દ્ર નો જ માન્ય ગણવામાં આવશે . (તા .૦૧/૦૪/૨૦૧૯ પછીનો) . ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ તાજેતરનો ( તા . ૦૧/૦૪/૨૦૨૧ પછીનો ) આવકનો દાખલો જ માન્ય ગણવામાં આવશે |
6 | બીપીએલ | ૦ થી ૨૦ આંક સુધીની બીપીએલ કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરી શકાશે જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગરપાલિકાએ સક્ષમ અધિકારીનો દાખલો , નગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને Notified વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે . જે શહેરી વિસ્તારમાં ૦ થી ૨૦ આંક ( સ્કોર ) ધરાવતા BPL કેટેગરીના લાભાર્થીઓની યાદી ન હોય તેવા વિસ્તારમાં BPL યાદીમાં સમાવેશ થયેલ લાભાર્થીએ જે – તે સક્ષમ અધિકારીનું BPL યાદી નંબર વાળું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે . BPL રેશનકાર્ડ બીપીએલ આધાર તરીકે માન્ય ગણાશે નહિ . |
7 | વિચરતી જાતિઓ અને વિમુક્ત જ નજાતિઓની | મામલતદાર અથવા સમાજ કલ્યાણ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી અથવા બીજા કોઈ સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર |
8 | અનાથ બાળક | જે તે જીલ્લા ની Child Welfare Committee ( CWC ) નું પ્રમાણપત્ર |
9 | સંભાળ અને સંરક્ષણ જરૂરિયાતવાળું બાળક | જે તે જીલ્લા ની Child Welfare Committee ( CWC ) નું પ્રમાણપત્ર |
10 | બાલગૃહ ના બાળકો | જે તે જીલ્લા ની Child Welfare Committee ( CWC ) નું પ્રમાણપત્ર |
11 | બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકો | જે તે જીલ્લા ના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર અને સિવિલ સર્જન પ્રમાણપત્ર |
12 | સેરેબ્રલી પાલ્સી વાળા બાળકો | સિવિલ સર્જન નું પ્રમાણપત્ર |
13 | ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ) | સિવિલ સર્જન નું પ્રમાણપત્ર ( ઓછા માં ઓછું 40 % ) |
14 | (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપી ની સારવાર લેતા બાળકો | સિવિલ સર્જન નું પ્રમાણપત્ર |
15 | શહીદ થયેલ જવાનના બાળકો | સંબંધિત ખાતા ના સક્ષમ અધિકારી નો દાખલો |
16 | સંતાનમાં એકમાત્ર દીકરી હોય તે કેટેગરી માટે | ગ્રામ્ય વિસ્તાર માટે તલાટીમંત્રીશ્રી અને નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે તેના સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી ( Single Girl Child ) હોવાનો દાખલો |
17 | સરકારી આંગણવાડી માં અભ્યાસ કરતાં બાળકો | સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS – CAS વેબસાઈટ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી કામ કરનાર અથવા સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ અધિકારીનો પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે |
18 | બાળકનું આધારકાર્ડ | બાળકના આધારકાર્ડની નકલ |
19 | વાલી નું આધારકાર્ડ | વાલીના આધારકાર્ડની નકલ |
20 | બેંકની વિગતો | બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ |
21 | વય મર્યાદા | જે બાળકોએ ૧ જૂન-૨૦૨૬નાં રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલ અગ્રતાક્રમ ધરાવતા હોય તેજ બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે |
[sc name=”ads1″]
RTE Gujarat Admission 2023 ની શાળા નું લીસ્ટ તપાસવા માટે
ગુજરાત રાજ્યના શિક્ષણ અધિકાર દ્વારા તમે જે શાળા સૂચિમાં પ્રવેશ મેળવી શકો છો તે તપાસવા માટે, તમારે નીચે આપેલા સરળ પગલાંને અનુસરવાની જરૂર છે: –
- પ્રથમ, અહીં આપેલ ઓફિશિયલ વેબસાઇટ લિંકની મુલાકાત લો
- તમે લિંક પર ક્લિક કરશો તમે RTE Gujarat ના સત્તાવાર વેબપેજ પર પહોચશો.
- પછી તમારે માહિતી દાખલ કરવી પડશે જેમ કે જીલ્લો, વોર્ડ, નામ વગેરે..
- હવે Search પર ક્લિક કરો
- List તમારી સ્ક્રીન પર જોવા મળશે
Watch On SarkariMahiti Youtube Channel
વાલી માટે ખાસ ધ્યાન માં રાખવા જેવી બાબતો
- આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમપેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનાં આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો . અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક અપલોડ કરશો . ઝાંખા , ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે
- રહેઠાણનાં પૂરાવા તરીકે બાળકના પિતાનાં આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ / ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ પૈકી કોઈ એક આધાર હોય તો , રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી . જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો માન્ય ગણવામાં આવશે . ( નોટોરાઈઝડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં ) .
- પ્રવેશ માટે આપ જે શાળાઓ પસંદ કરવા ઈચ્છતા હોવ તે મુજબની શાળાઓ જ ફોર્મ ભરતી વખતે તમારી પસંદગી મુજબના ક્રમમાં ગોઠવાય તે ખાસ ધ્યાને લેવું .
- ફોર્મ સબમિટ કરતા પહેલા ફરીવાર ધ્યાનપૂર્વક સંપૂર્ણ વિગતો જોયા બાદ જ ફોર્મ સબમિટ કરવું . ફોર્મ સબમિટ કર્યા બાદ કોઈ સુધારો થઈ શકશે નહી.
- ફોર્મ ભરવા બાબતે માર્ગદર્શનની જરૂર જણાય તો હોમપેજ પર દર્શાવેલ આપના જિલ્લાના હેલ્પલાઈન નંબરનો સંપર્ક કરવો .
RTE હેલ્પલાઈન નંબર
કામગીરી ના દિવસો દરમ્યાન કોઈપણ જાણકારી માટે પર કોલ કરો – 11:00 AM થી 5:00 PM
[sc name=”ads1″]
RTE પ્રવેશ જાહેરાત 2023 મહત્વપૂર્ણ લિંક :
સત્તાવાર વેબસાઇટ | https://rte.orpgujarat.com/ |
RTE પ્રવેશ 2023 નોટીફીકેશન | અહીં ક્લિક કરો |
RTE પ્રવેશ 2023 જાહેરાત | અહીં ક્લિક કરો |
RTE પ્રવેશ માટેની અરજી લિંક | થોડા સમય માં લિંક મુકીશું |