ગુજરાત વ્હાલી દિકરી યોજના 2022

ગુજરાત સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના શરૂ કરવામાં આવેલી છે જે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે.

લાભાર્થ: ગુજરાત ની દીકરીઓ મળવાપાત્ર રકમ: એક લાખને દસ હજાર રૂપિયા (1,10,000)

અરજી કરવાનો સમય:  દીકરી ના જન્મ પછી એક વર્ષના સમય દરમ્યાન વેબસાઈટ: https://wcd.gujarat.gov.in/

યોજના નો હેતુ  પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય , આ સહાય એ એક લાખને દસ હઝાર રૂપિયા  (1,10,000) સુધી આપવામાં આવે છે અને એ ત્રણ હપ્તામાં  આપવામાં આવે છે.

શું લાભ મળશે?  પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦/- ધોરણ-૯માં આવે ત્યારે રૂ.૬૦૦૦/-  18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂ.૧,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય

લાભ લેવા માટે પાત્રતા: તા.૦૨/૦૮/૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને  લાભ મળવાપાત્ર પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ લાભ મળવાપાત્ર

જરૂરી પુરાવા માતા-પિતાનો આવકનો દાખલો, આધાર કાર્ડ,જન્મનો પુરાવો,રહેઠાણ નો પુરાવો,દીકરી નો જન્મ દાખલો, સોગંધનામું

ગુજરાત વ્હાલી દિકરી યોજના 2022