પીએમ–જીકેએવાય યોજનાનો મુખ્ય ઉદેશ્ય ગરીબ પરિવારને કોરોના જેવા કપરા સમયમાં મફત અનાજ મળી રહે તેઓ છે.
વિતરણ વ્યવસ્થા હેઠળ ઓક્ટોબર મહિનાનું નિયમિત વિતરણ તા. 01–10-2022થી શરૂ કરવામાં આવશે
રાજ્યના NFSA હેઠળ સમાવિષ્ટ તમામ 3.46 કરોડ લાભાર્થીઓને વ્યક્તિદીઠ 1 કિ.ગ્રા. ઘઉં અને 4 કિ.ગ્રા. ચોખા મળી કુલ 5 કિ.ગ્રા. અનાજનું વિનામૂલ્યે વિતરણ તારીખ 15 ઓક્ટોબર થી કરવામાં આવશે.
રેશનકાર્ડ ન ધરવતા, ઘરવિહોણા જરૂરિયાતમંદ દર્દી અને અનાથ બાળકોને અન્ન સુરક્ષા પૂરી પાડવાનાં હેતુસર “અન્ન બ્રહ્મ યોજના” હેઠળ વ્યક્તિદીઠ 10 કિલો ઘઉં તથા 5 કિલો ચોખા વિનામૂલ્યે મળવાપાત્ર છે.
નવું રેશનકાર્ડ મેળવવાની તેમજ વિવિધ સેવાઓ માટેની અરજી digitalgujarat.gov.in પરથી ઘરે બેઠા ઓનલાઈન કરી શકાય છે.
લાભાર્થી પોતાને મળવાપાત્ર અનાજના જથ્થાની વિગતો www.ipds.gov.in પરથી તમને મળવાપાત્ર જથ્થા પર ક્લિક કરીને, રેશનકાર્ડ નંબર દાખલ કરીને જાણી શકે છે.
કેન્દ્રીય મંત્રી મંડળે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વધુ ૩ મહિના (7 મો તબક્કો) માટે એટલે કે ઓક્ટોબર થી ડીસેમ્બર, 2022 સુધી લંબાવવાની મંજુરી આપી દીધી છે.
સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને ત્રણ મહિના માટે લંબાવવાનો નિર્ણય લીધો છે જેથી તેઓ કોઈ પણ નાણાકીય તકલીફ વિના અનાજની સરળતાથી ઉપલબ્ધતાના લાભો મેળવવાનું ચાલુ રાખે.